Posts

Showing posts from December, 2020

હૃદયફલક

અમુક અલવિદા અપૂર્ણ રહી જાય છે, નિર્ધારિત સમય પહેલા જ એનું અવતરણ થઈ જાય છે; અમુક અલવિદા સમય ના પાબંદ હોય છે, પણ ત્યારે શબ્દો ના પણ મ્હોં બંદ હોય છે; બાકી કેટલાક અલવિદા અનિવાર્ય હોય છે, અને સમજણ છતાં અસ્વીકાર્ય હોય છે; મન ના મેદાન ને સંજોગો ના ધારાધોરણો નડતા નથી, સમયની એરણી પર મન ના ભાવો પણ ઘસાતા નથી; અંતર ફલક ના મિલન પણ મનોહર હોય છે, હ્રદયજગત ની એ જ ધરોહર હોય છે. 

નજર

મેં તારી આંખો માં જોયું.. કહે છે રૂહ સુધી પહોંચવાનો એ સૌથી સરળ રસ્તો છે.. પણ આ શું? મેં ચિંતા નો વિચાર કર્યો તો તારી મુખમુદ્રા સ્થિર રહી.. મેં આનંદ નો વિચાર કર્યો તો તારી આંખો હસી પડી.. જો તું મારા અંતર નું જ દર્પણ હોય તો હું શું મને મળવા તારી પાસે આવી પ્રભુ??? પછી સમજાયું કે તારી પાસે ના હોઉં તો મને બીજા ની નજર ની જ પડી હોય છે.. હું મારી નજર માં શું  છું એ જાણવા તો મારે તારી પાસે જ આવું પડે છે.