Posts

હૃદયફલક

અમુક અલવિદા અપૂર્ણ રહી જાય છે, નિર્ધારિત સમય પહેલા જ એનું અવતરણ થઈ જાય છે; અમુક અલવિદા સમય ના પાબંદ હોય છે, પણ ત્યારે શબ્દો ના પણ મ્હોં બંદ હોય છે; બાકી કેટલાક અલવિદા અનિવાર્ય હોય છે, અને સમજણ છતાં અસ્વીકાર્ય હોય છે; મન ના મેદાન ને સંજોગો ના ધારાધોરણો નડતા નથી, સમયની એરણી પર મન ના ભાવો પણ ઘસાતા નથી; અંતર ફલક ના મિલન પણ મનોહર હોય છે, હ્રદયજગત ની એ જ ધરોહર હોય છે. 

નજર

મેં તારી આંખો માં જોયું.. કહે છે રૂહ સુધી પહોંચવાનો એ સૌથી સરળ રસ્તો છે.. પણ આ શું? મેં ચિંતા નો વિચાર કર્યો તો તારી મુખમુદ્રા સ્થિર રહી.. મેં આનંદ નો વિચાર કર્યો તો તારી આંખો હસી પડી.. જો તું મારા અંતર નું જ દર્પણ હોય તો હું શું મને મળવા તારી પાસે આવી પ્રભુ??? પછી સમજાયું કે તારી પાસે ના હોઉં તો મને બીજા ની નજર ની જ પડી હોય છે.. હું મારી નજર માં શું  છું એ જાણવા તો મારે તારી પાસે જ આવું પડે છે. 

Pink is the colour of love..!!

 Pink is the colour of love. Valentine people say it is red, but pink is my personal favourite. Aura looks pink when someone is in love. It is an adrenaline rush. It is passion running inside the veins. That might be red. But it is not just that. It is purity with passion, equanimity with adrenaline. Sweet like crystal sugar. It's a combination of beating heart and peaceful soul. When both meet, it becomes pink. It's not that easy. It is as difficult as starting a car on the slope. You have to leave the clutch and accelerate simultaneously. More complicated than the companionship of fire and water. It generates warriors and hermits. No shade of black. It is bright, shining but not goddy. Sometimes it feels true even if it is fake. Sometimes we can't see even if it is in front of our eyes. But if you receive, receive whole heartedly. Colour yourself pink. And colour yourself so deep that you leave your prints on everyone you meet. 🙂

પ્રેમ નો રંગ ગુલાબી..!!

 પ્રેમ નો રંગ ગુલાબી. વેલેન્ટાઈન વાળા લાલ કહે, પણ મને ગુલાબી વધારે ગમે. માણસ ની આભા ગુલાબી થઈ જાય પ્રેમ માં એવું લાગે. જુસ્સો, રફતાર જે નસો માં હોય એ લાલ હોતું હશે. પણ પ્રેમ તો જુસ્સા ની સાથે શુધ્ધતા પણ માંગે. રફતાર સામે સમતા પણ માંગે ને સફેદ સાકર જેવી મીઠાશ પણ માંગે. ધબકતા હૃદય મા શાંત આત્મા ભળે એવું. જ્યારે એ બે ભેગા થાય ત્યારે જ ગુલાબી થાય. કાળાશ વગરનો; મસ્તી અને આનંદ સાથે નિષ્ઠા અને સમર્પણ વાળો. આસાન નથી - ઢાળ પર ગાડી ચાલુ કરવા જેવું કપરું છે. કલચ છોડતા છોડતા એક્સલરેટ કરવા જેવું. અગ્નિ અને પાણી ના મિલન કરતા પણ વધારે કુતૂહલ ભર્યું. કોઈ જંગ લડી લે, કોઈ જોગી બની જાય. સંતુલન થી દેદીપ્યમાન થાય, પણ ભપકાદાર હોય તો અકળામણ આવે. કોઈક વાર છેતરામણો બી સાચો લાગે, કોઈક વાર સામે હોય તો બી ના દેખાય. પણ જ્યારે મળે ત્યારે એને માણી લેવો, એને ઓઢી લેવો, અંતર માં એવો સમાઈ લેવો કે જે સામે મળે એ રંગાયા વગર રહે નહીં. 🙂

બસ થોડા અલગ..!!

 કોઈ સારા કે ખરાબ ક્યાં હોય છે, બસ ખાલી થોડા અલગ હોય છે; દુનિયા નું ભ્રમણ કરતો માનવી હોય, કે world web ની જાળી હોય; જ્યાં સુધી માણસ ને પોતાના જેવા ના મળે, ત્યાં સુધી એ પોતાની જાત ને પણ ઓળખતો નથી; એ મિલન લાબું હોય કે ક્ષણિક હોય, જીવન માટે હમેંશા યાદગાર ને લાક્ષણિક હોય છે; જે બીજા ને શાંતિ થી સાંભળી શકે છે, એને દિલ ખોલી બોલવા જરૂર કોઈ હોય છે; કોઈ સારા કે ખરાબ ક્યાં હોય છે, બસ ખાલી થોડા અલગ હોય છે. 🙂

Organizing..!!

I keep organizing. From study books to newspapers; from dishes to clothes; from requirements to execution. There are rare moments where I also organize my mind to understand what I like, what makes me happy, what all worth my attention. What thoughts I need to trash and what memories I need to preserve. 🙂 

Watering the seeds of dreams..!!

 Sometimes we stop watering the seeds of our dreams. May be because we are covered by the opinions of so called wise people of the society. We are covered by the standards which are set. In this time of pandemic, most of set things have fallen. Most criterias to measure your success have failed. World will keep changing and so will the standards. Don't always try to fit yourself according to them. Respect others but also keep following and pursuing what your heart is after. The world will function even if you cut on few useless mandates. Steal some time for your dreams.. keep watering them.. 🙂