બસ થોડા અલગ..!!
કોઈ સારા કે ખરાબ ક્યાં હોય છે,
બસ ખાલી થોડા અલગ હોય છે;
દુનિયા નું ભ્રમણ કરતો માનવી હોય,
કે world web ની જાળી હોય;
જ્યાં સુધી માણસ ને પોતાના જેવા ના મળે,
ત્યાં સુધી એ પોતાની જાત ને પણ ઓળખતો નથી;
એ મિલન લાબું હોય કે ક્ષણિક હોય,
જીવન માટે હમેંશા યાદગાર ને લાક્ષણિક હોય છે;
જે બીજા ને શાંતિ થી સાંભળી શકે છે,
એને દિલ ખોલી બોલવા જરૂર કોઈ હોય છે;
કોઈ સારા કે ખરાબ ક્યાં હોય છે,
બસ ખાલી થોડા અલગ હોય છે. 🙂
Comments