ઝાકળ નું બિંદુ


 અણસમજ નું અંધારું વિખરાઈ ને પ્રભાત નો ઝાંખો પ્રકાશ છે,

એક કળી ની પાસે નું ઝાકળ નું બિંદુ સપના ની આળસ મરડે છે;

એને મળવું છે સૂર્ય ના પ્રકાશ ને એને બનવું છે ઇન્દ્રધનુષ,

એને વિસ્તરવું છે જમીન થી  આકાશ સુધી, નથી ગમતો અંકુશ;

પાંદડા ના ભાર થી એ અલિપ્ત છે, જમીન પર ની ગંદકી થી બેખબર,

એ પ્રેમ અને પ્રકાશ ને જ જાણે છે અને એમા જ ઓગળી જશે . 🙂

Comments

Popular posts from this blog

Jeene Ke Ishare Mil Gaye!!

3 years at Torrent!!!

Equal and Opposite...!!!