Vibrant Kolors of Prem..!!
કાલે રાત્રે તે આગળી ચીન્ધી ને આકાશ બતાવ્યું ને હું એક મિનીટ અટકી ગયી.. પ્રદુષણ વગર ના આકાશ માં કેટલા દિવસે આટલા તારા જોયા.. આ શહેર કદાચ ભૂલી ગયું હતું કે આકાશ માં આટલા તારા વસતા હશે અને ફૂલો પણ કદી શ્વસતા હશે. એમ લાગે છે કે પ્રકૃતિ એ બહુ વાર કીધું કે હવે બહુ થયું થોડા રોકાઓ, મારુ ધ્યાન આપો, પણ આપણે માન્યા જ નહી, અટક્યા જ નહીં. એટલે રિસાયેલી પ્રેમીકા ની જેમ એને આપણ ને મહત્વ આપવાનું છોડી પોતે જ પોતાનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું છે. લાગે છે કે હવે ફરી એ માની જાય પછી આપણે ભૂલ્યા વગર એનું ધ્યાન રાખવું પડશે. એક તરફી પ્રેમ આમ પણ લાંબો ના ટકે. હવે એની સંભાળ રાખવા વચનબદ્ધ થવું જ પડશે. 🙂
Comments