દીકરી જયારે પિયર જાય છે...
કદાચ પહેલી વખત કોઈ લેખ ગુજરાતી મા લખું છું. આમ તો ગુજરાતી નહિ, ગુજરાતી અને English ભેગું છે.
2 કારણ છે:
1) જ્યાં લાગણી અંદર થી આવે ત્યાં માતૃભાષા સારી પડે.જો કે હવે તો માતૃભાષા પણ ક્યાં pure રહી છે? Engineeringના ભણતર ને corporateના cultureપછી ભાષા નું પણ mixer જ થઇ જાય છે.એટલે આ multi-lingual article થવાનો
અને
2) મારે જે લખવું છે એના માટે કોઈ English શબ્દો exist કરતા નથી (કોઈક ને પિયર ને સાસરા નું english મળેતો મને ચોક્કસ જણાવવું.
હવે મુદ્દાની વાત કરીએ તો વાત છે દીકરી જયારે પિયર જાય છે. હવે દીકરી સાસરે જાય એ તો સમજ્યા પણ પિયર જાય એટલે શું? વાત ત્યારની છે જયારે એક માણસ માટે ઘર એ ઘર નથી રેહતું પણ એનુંય નામ પડી જાય છે. After Marriage જયારે એ ઘર માં જાય, એ ઘર જ્યાં એ જન્મ થી રહી છેએ હવે પિયર બની જાય છે.
તો જયારે ઘર એ પિયર ને સાસરા માં convert થઇ જાય ત્યારે કેવું લાગે એની વાત કરીએ.
કદાચ personal touch વધારે હશે પણ I guess, Indian societyની મોટા ભાગની છોકરીઓ આની સાથે connect કરી શકશે.મૂંઝવણ ની શરૂઆત તો લગ્ન પેહલા જ થઇ જાય છે જયારે માતા દીકરી ને કેહ કે, 'તારા' ઘરે શાંતિથી રહેજે ને લગ્ન પછી બધા પુછે ક 'તારા' ઘરેથી શું લાવી? હવે બંને બાજુના ઘર 'તારા' થઇ ગયાં, 'મારા' કે 'આપણા' નથી રહેતા.
ગુજરાતી સમાજ માં લગ્ન પછી એક-બે દિવસ મા દીકરી ને પિયર બોલવા નો રિવાજ છે. જયારે પ્રથમ વખત દીકરી પિયરે જાય ત્યારે મમ્મી જમાઈ અને દીકરી માટે મહેમાનો ના ગ્લાસ માં પાણી લાવે છે. આટલો ગુસ્સો જીવન મા ભાગ્યેજ આવતો હશે જેટલો પોતાના જ ઘર મા પોતાની જ મમ્મી મેહમાનો ના ગ્લાસ માં પાણી આપે ત્યારે આવે. મારા જેવી કોઈ હોય તો મ્હો ફેરવી ને કહી દે કે આજે આ ભૂલ કરી તો કરી, ફરી થી ના કરતી. અને એ સાંભળી ને મમ્મીનેય અંદરખાને રાહત થતી હશે કે હાશ દિલ થી તો છોકરી હજી ઘર થી જોડાયલી છે. નેપછી drawing roomમાથી kitchenમાં જઈએ ત્યારે મારું માટલું, મારો ગ્લાસ ને મારું પાણી (મોટે ભાગે સાસરા ને પિયર ના પાણી ના tasteમાંય ફરક હોય છે) જોઈ ને જાણે કોઈ ખજાનો મળી ગયો હોય એવી આનંદ ની છોળો ઉઠે.
પછી શરૂ થાય છેલગ્ન જીવન ના challanges. સાસરે આયા પછી ખબર પડેક સાલું ખાવાનું કેમ નું બનેછે, ઘર ચોખ્ખું કેમનુ રહે છે.આજ સુધી તો આ બધી ચિંતાઓ ને મા-બાપેતમારી આગળ ફરકવાય નથી દીધી હોતી. હવે મા-બાપ ની value 1000 ગણી વધારે થવા લાગેછે. Hostel મા રેહતી કે બીજા શહેર મા રેહતી છોકરીઓ ઘર જાતે manage કરતા શીખી હોય છે, પણ હવે કોઈ બીજાની system થી ચાલવુ અઘરું પડે છે.
એકાદ મહિના પછી દીકરી જયારેફરી પિયર જાય ત્યારેમમ્મી ને પૂછે કે મમ્મી કઈ મદદ કરાઉ? કેપપ્પા કઈ કરિયાણું લાવાનુ છે? બધા નેલાગેકેછોકરી ડાહી થઇ ગઈ પણ એનેપૂછો તો ખબર પડેકેએને guilt થતું હોય કે આજ સુધી મમ્મી-પપ્પા ના કામ મા આઈ નહિ ને સાસરેતો બધું કરવું પડેછે. સંસ્કાર થી સીંચી સીંચી નેમોટા કરેલા છોડ ના ફળ કોઈક બીજા નેમળેછે. આ બાજુમા-બાપ પણ દીકરી ની extra care કરેછે, કેમ કે એમને ખબર હોય છે કે નવી અટકળો ને મુંઝવણો મા એ પોતાના આરામ કે ખોરાક નું ધ્યાન નહિ રાખી સકતી હોય.
એ laptop ને music sysytem સાથે પણ ખબર નહિ કંઈક અજીબ sentimental values જોડાયેલી હવે realize થાય છે. પણ એની cacheમાંથી તમારું નામ ગાયબ જુઓ એટલે પાછુ અંદર કંઈક ખટકી જાય છે.
આપણા સમાજ મા તો મોટેભાગે first child ના જન્મ માટેપણ પિયરમાં જ આવાનો રીવાજ છે. કારણ કદાચ એ હોઈ શકે કે જ્યા જન્મ્યા હો ને જે માહોલ મા ઉછર્યા હો ને જે type ના ખોરાક નેસ્વાદ થી તમારું metabolism ટેવાયેલું હોય ત્યા રહેવું એ સમયે સ્વાસ્થ્ય માટે સારું હોતુ હશે. ત્યાં આવવા માત્ર થી દીકરી ના અંતરની ખુશી માં વધારો થાય એટલે આવનારા નવા મેહમાન ને પણ સારું લાગે.
કોઈક વાર વિચારૂ કે સારું છે કે ભગવાને મને દીકરો આપ્યો છે. એટલા માટે નહિ કે દીકરીઓ બોજ હોય છે પણ એટલા માટે કે દીકરી ને સાચવવી ને પ્રેમપૂર્વક જતન કરવું એ બધા ના બસ ની વાત નથી. જયારેહું મારા વિષે વિચારૂ છુ ત્યારે હવે ખબર પડે છે કે કેવી રીતે મારી બધી ઇચ્છાઓ પૂરી થઇ હશે? (એ પણ જીદ્દી ના થવાય એના ધ્યાન સાથે). કેવી રીતે આ સમાજ, જેમાં દીકરીના educationનું કઈ ખાસ મહત્વ અંકાતું નથી એમાં મને higher education અપાયું હશે? જ્યાં મને જવું હોય, જે મને કરવું હોય એ બધાનું ધ્યાન રખાયું હશે? જયારેહું એમની આંખ સામેનહિ હોઉં, ત્યારેમારી safety ની ચિંતા એમને શાંતિ નો શ્વાસ પણ નહિ લેવા દેતી હોય. ને કેવી રીતે આટલી જેહમત થી ઉછેરેલી દીકરી કોઈ ના હાથ મા આપી હશે? બધા ના બસ ની વાત નથી.
Better late than never. હવે મને મારા parents ની value સમજાઇ છે ને મારા ઘર ની પણ. મને ખબર છે કે સાસરે મારે એવુ કામ કરવાનું છે કે કોઈ નેદુ:ખ ના થાય ને પિયર હું જયારેજાઉં ત્યારે હસતી હોઉં, મમ્મી પપ્પા સાથે positively વાત કરૂ, કોઈ બબાલ ના કરૂ. કદાચ બહુ સમય ના આપી શકુ, પણ જેટલો સમય ત્યાં હોઉ એની એકેએક ક્ષણ ને ભરી લઉં.
Comments