નવરાશ

નવરાશ ની પળો મા
અવકાશ ને માણતા
એક વિચાર આયો ને
અંતર માં આનંદ થયો

કંઈક ખજાનો જાણે મળી ગયો
કાલ નો જમાનો જાણે મળી ગયો
રોજ ની એ વાતો યાદ આઈ
યાદો ની વણઝારો સાથે લાઈ

થયું કે ચાલ તને પણ એ કહું
સોગાદ એની તને પણ હું દઉં
ખુશી એ તને પણ આપશે
ને હૈયું મારું હરખાશે

પણ પાછું થયું કે તને એ હજી યાદ હશે?
વ્યસ્તતા ને વ્યગ્રતા મા તારી સાથે હશે?
મારા તો શ્વાસ મા વસ્યું છે એ
પણ તને તો બીજા કામ પણ હશે

ને અચાનક મારા હાથ અટક્યા
વિચારો ના વાસણ છટક્યા
ભાવનાઓ મા બહુ ભટક્યા
પણ દિમાગ થી હજી સાવ નથી મટ્યા

મારી પાસે તારી બધી જ અમાનત
છે સચવાયેલી ને સલામત
ઉઠાવી પડશે તારે બી થોડી જેહમત
હું જ ક્યાં સુધી કર્યા કરીશ મેહનત?

Comments

Popular posts from this blog

Jeene Ke Ishare Mil Gaye!!

3 years at Torrent!!!

Unfamiliar acquaintances!!