a + ib
a + ib --> આવું જ કંઈક શીખવાડ્યું હતું ગણિત માં. અડધું સાચું, અડધું કાલ્પનિક. અડધું હોય, અડધું બનાવાનું હોય. પ્રેમ માં પણ એવું જ : જ્યારે કોઈ મન થી સાથે હોય ત્યારે વાયદા ને કાયદા ની ચિંતા ને જ્યારે કોઈ ખરેખર સાથે હોય ત્યારે કલ્પના ના રંગો પુરાવા ની ચિંતા. જીવન માં જો સરસ્વતી હોય તો શ્રી ની ચિંતા અને શ્રી હોય તો અંતર ના ખજાના ની ચિંતા. પણ ખરેખર તો a+ib એ સાથે હોય ત્યારે જ આંકડો પૂરો થાય છે. પણ આપણી પાસે જેટલો અજંપો હોય છે એટલી સ્વીકૃતિ હોતી નથી. હોવું ને ના હોવું, સત્ય અને કલ્પના, પૂર્ણતા ને અધૂરપ બંને જીવન માં સાથે જ ચાલે છે. બસ જ્યારે મન માં બંને ની સ્વીકૃતિ કરીયે ત્યારે જ રાહત ના સમીકરણો પૂર્ણ થાય છે. :)
Comments