હૃદયફલક
અમુક અલવિદા અપૂર્ણ રહી જાય છે,
નિર્ધારિત સમય પહેલા જ એનું અવતરણ થઈ જાય છે;
અમુક અલવિદા સમય ના પાબંદ હોય છે,
પણ ત્યારે શબ્દો ના પણ મ્હોં બંદ હોય છે;
બાકી કેટલાક અલવિદા અનિવાર્ય હોય છે,
અને સમજણ છતાં અસ્વીકાર્ય હોય છે;
મન ના મેદાન ને સંજોગો ના ધારાધોરણો નડતા નથી,
સમયની એરણી પર મન ના ભાવો પણ ઘસાતા નથી;
અંતર ફલક ના મિલન પણ મનોહર હોય છે,
હ્રદયજગત ની એ જ ધરોહર હોય છે.
Comments