બસ એક તું જ...!!!

થોડો સમય  લાગ્યો પણ  ખુશ  છું,
કે વખત વીતતાં પેહલા તને ઓળખી ગઈ,
હું શું હતી એની મને ખબર હતી,
પણ તને મળી ને હું મને પણ ઓળખી ગઈ.

જ્યાં કોઈ ને મારી કિંમત હતી,
ત્યારે તે મને કીધું કે હું રત્ન છું,
 કઈ કરી શકવાની ક્ષમતા આપી,
એવો દુનિયા મા તું એક ફક્ત છું .

મારી અનંત વાતો સાંભળી,
દરેક વખતે તારો કાન ધર્યો,
આફતો ના પહાડ થી હું  ડરી,
પણ મારી પડખે કાયમ ઉભો રહ્યો.

મેં બહુ  કરી મુર્ખામી,
તારી સમજણ ક્યારેય ના ખૂટી,
મેં વાપરી મારી તર્ક શક્તિ,
તારી પ્રેમ શરવાણી તો  ક્યારેય ના તૂટી.

જીવન તે આપ્યું  છે તો,
હવે સાર્થક પણ તું કર,
સામાન્ય કામો કરવાનુ આમ તો ફાવે,
પણ હવે મને બહુ વ્યર્થ ના કર.

શમણા ભરેલી આંખો પણ તારી,
ને ઉડાન ભરવા માંગતી પાંખો પણ તારી,
ફરી બહુ એક થી બીજી શાખ પર,
હવે હમેંશ માટે બાહો મા રાખ તારી.

Comments

Popular posts from this blog

Jeene Ke Ishare Mil Gaye!!

3 years at Torrent!!!

Unfamiliar acquaintances!!